

માટેલ રોડ પર આવેલ આવેલ સિરામિક ફેક્ટરીમાં મોડી સાંજે આગ ફાટી નીકળતા મોરબી ફાયરની 5 ટીમો દોડી ગઈ હતી તેમજ બાદમાં વાંકાનેર અને રાજકોટથી ૧-૧ ટીમની મદદ લેવામાં આવી હતી કુલ સાત ટીમોએ નવ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પરની રોલ સ્ટાર ગ્રેનિટો સિરામિક ફેક્ટરીમાં રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં આગ લાગી હતી આગની જાણ થતા મોરબી ફાયરની ૫ ટીમો દોડી ગઈ હતી અને ફેક્ટરીની ઓફીસ બિલ્ડીંગમાં આગ લાગતા પાણીનો મારો ચલાવ્યો હતો જોકે આગ વધુ ફાટી નીકળી હોવાથી વાંકાનેર અને રાજકોટથી વધુ ૧-૧ ફાયરની ટીમોની મદદ લેવામાં આવી હતી કુલ સાત ટીમોએ નવ કલાક જેટલો સમય પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી હાલ નુકશાનીનો આંક સ્પષ્ટ નહિ