

વાંકાનેર તાલુકાના મહિકા-હોલમઢ જતા રોડ પર જાહેરમાં જુગાર રમતા નવ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રૂ ૭૦ હજાર જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મહિકાથી હોલમઢ જતા રોડ પર જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા વિપુલ પ્રેમજીભાઈ પાડલીયા, મેરામ બાબુભાઈ પાડલીયા, ગોપાલ ધુડાભાઈ પાડલિયા, પ્રકાશભાઈ ખોડાભાઈ ચૌહાણ, મુનેશ બાબુભાઈ પાડલીયા, જયંતી જેસાભાઈ પાડલીયા, ગૌતમ જાદવભાઈ સારલા, મુકેશ બાબુભાઈ પાડલીયા અને ગોપાલ અવચરભાઈ સારલા એમ નવને ઝડપી લઈને રોકડ રૂ ૭૦,૦૦૦ જપ્ત કરી છે