ટંકારાના રોહીશાળા નજીક કાર અને બાઈક સામસામે અથડાતા એકનું મોત  

 

રોહીશાળા ગામ નજીક કાર અને ડબલ સવારી બાઈક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં આધેડને ઈજા પહોંચી હતી તેમજ પાછળ બેસેલ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું

 

ટંકારા તાલુકાના રોહીશાળા ગામની સીમમાં રહીને મજુરી કરતા કેસંભાઈ પારૂભાઈ બારિયા (ઉ.વ.૪૨) વાળાએ કાર જીજે ૩૬ એએફ ૬૪૫૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૪ ના રોજ બપોરે બે કલાકે ફરિયાદી કેસનભાઈ અને વાડીમાં સાથે કામ કરતા સોમાભાઈ બામણીયા બંને બાઈક જીજે ૧૭ બીજે ૪૧૫૨ લઈને રોહીશાળા ગામ નજીકથી જતા હતા ત્યારે શિવમ જીન પાસે આવેલ ગોલાઈમાં કાર ચાલકે પુરઝડપે ચલાવી સામેથી ટક્કર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદી કેસનભાઈને પગમાં ફ્રેકચર જેવી ઈજા અને પાછળ બેસેલ સોમાભાઈને માથાના ભાગે ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.