

જોધપર ગામમાં છોકરા રમવા બાબતે બોલાચાલી થયાનો ખાર રાખી મહિલાઓ સહીત છ ઇસમોએ ૩૫ વર્ષીય મહિલાને લાકડાના ધોકા અને પાઈપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા ભાવુબેન કિસનભાઈ સોલંકી (ઉ.વ.૩૫) વાળાએ આરોપીઓ વાલાભાઈ દેવાભાઈ રાઠોડ, રાહુલ હમીરભાઈ રાઠોડ, નાગલબેન વાલાભાઈ રાઠોડ, રેખાબેન રાહુલભાઈ રાઠોડ, કુંજલબેન વાલાભાઈ રાઠોડ અને દેવુબેન હમીરભાઈ રાઠોડ રહે બધા જોધપર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને દીકરી શિવાનીને આરોપીઓ સાથે અગાઉ છોકરા રમવા બાબતે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી આરોપીઓએ લાકડાના ધોકા અને પ્લાસ્ટિક પાઈપ વડે આધેધડ માર મારી ભાવુબેનને ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે