ટંકારાના જયનગર ગામે તળાવની પાળ નજીક જુગાર રમતા ત્રણ ઝડપાયા, એક ફરાર

 

જયનગર ગામમાં તળાવની પાળ પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૭૧૦૦ જપ્ત કરી છે એક આરોપી નાસી ગયો હતો

 

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જયનગર ગામના તળાવની પાળ પાસે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા અશ્વિન કાળુભાઈ સોલંકી, ગીરધન બચુભાઈ સોલંકી અને દશરથ રમેશભાઈ સોલંકી એમ ત્રણને દબોચી લઈને રોકડ રૂ ૭૧૦૦ જપ્ત કરી છે રેડ દરમિયાન અજાણ્યો ઇસમ નાસી ગયો હતો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.