

રાજાવડલા ગામમાં યુવાનના ઘર પાસે આવી આરોપીઓએ દેકારો કરતા અને ગાળો બોલતા હોવાથી ના પાડતા માથાકૂટ થવા પામી હતી જેમાં લાકડી વડે યુવાનને એક ઘા મારી ઈજા કરી તેમજ ઢીકા પાટું માર મારી તેમજ માથામાં ઈજા કરી હતી અને જતા જતા આજ તું બચી ગયો હવે ભેગો થાયશ તો પાડી દેશું કહીને ધમકી આપી હતી
વાંકાનેરના રાજાવડલા ગામમાં રહેતા અફ્સાદ ઈસ્માઈલ વડાવીયા (ઉ.વ.૩૨) નામના યુવાને આરોપીઓ અનવર ઈસ્માઈલ વડાવીયા, અસરફ ઈસ્માઈલ વડાવીયા, ફેમીદા અનવર વડાવીયા, રૂબિયાબેન અસરફ વડાવીયા રહે બધા રાજાવડલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ યુવાનના ઘર પાસે આવી દેકારો કરતા હતા જેથી અફ્સાદ ઘર બહાર આવતા ગાળો દેવા લાગ્યા હતા અને ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાઈ જઈને આરોપી અનવરે લાકડી વડે માથામાં મારી તેમજ અન્ય ઇસમોએ ઢીકા પાટું માર્મિ માથામાં સામાન્ય ઈજા કરી હતી અને જતા જતા કહેતા ગયા આજતો તું બચી ગયો હવે પછી ભેગો થાયશ તો પાડી દેશું કહીને ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે