



શહેરના માર્કેટ ચોકમાં કાતરિયા કેમ મારે છે કહીને આઠ ઇસમોએ યુવાનને મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તો સામાપક્ષે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
વાંકાનેરના ભરવાડપરા શેરી નં ૦૫ માં રહેતા વિશ્વદીપ ગાંડુભાઈ ડાભી (ઉ.વ.૨૭) આરોપીઓ એજાજ ઉર્ફે ડાડલી, મહમદ હુશેન લાખા, એજાજનો ભાઈ, નીખીલ ઉર્ફે કાબો ભોજક, અકીલ, ઇકબાલ, આફતાબ લાખ અને અલ્ફાઝ માણેક રહે બધા વાંકાનેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીને આરોપી એજાજ સામે કાતરીયા મારતો હોવાથી ફરિયાદીએ કેમ સામે કાતરીયા મારે છે કહેતા ફરિયાદી અને મિલન દાદરને જેમફાવે તેમ ગાળો આપી મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
સામાપક્ષે આરોપી એજાજ ગુલાબ ચૌહાણે આરોપીઓ વિશાલ ગાંડુભાઈ ડાભી, ભૂરો, મિલન રમેશભાઈ રાજગોર એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી તેના મિત્રો સાથે કનૈયા ચાની હોટલે ચા પિતા હતા ત્યારે ત્રણેય આરોપીઓએ સામે કાતર મારવા બાબતે બોલાચાલી કરી ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે