


મોરબી માળિયા બાયપાસ રોડ પર ૭૪ વર્ષીય વૃદ્ધ રોડ સાઈડમાં લીલું નીરણ વેચતા હતા ત્યારે પુરપાટ જતા બોલેરો ચાલકે વૃદ્ધને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી ગંભીર ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું છે
મોરબી ઘુઆતી વાડી વિસ્તારમાં રહેતા મહેશભાઈ જેઠાભાઈ અગેચણીયા (ઉ.વ.૩૩) વાળાએ બોલેરો જીજે ૩૬ વી ૮૫૬૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ક મોરબી માળિયા બાયપાસ રોડ ગાયત્રી આશ્રમ સામે ફરિયાદીના મોટા બાપુ પ્રભુભાઈ મુળજીભાઈ અગેચણીયા (ઉ.વ.૭૪) રોડ સાઈડમાં લીલું નીરણ વેચતા હતા ત્યારે બોલેરો ચાલકે હડફેટે લેતા દાઢી અને ગાલ પર ઈજા પહોંચતા તેજ હાથ અને પગમાં ઈજા થતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવારમાં વૃદ્ધનું મોત થયું હતું મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે