

મોરબી શહેર અને જીલ્લામાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ચાર વ્યક્તિના મોત મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે


પ્રથમ બનાવમાં ઝારખંડના વતની શિવાની વીરસિંહ ચામ્પિયા (ઉ.વ.૨૨) નામની યુવતીએ ગત તા. ૧૫ ના રોજ મોરબીના રાજપર રોડ પર આવેલ દેવ પોલી પ્લાન્ટ કારખાનાની ઓરડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે બીજા બનાવમાં ગીર સોમનાથ જીલ્લાના કડોદરા ગામના વતની હાલ મોરબીના કાયાજી પ્લોટ શેરી નં ૦૪ માં રહેતા સ્મિતકુમાર ગજાનંદભાઈ ઉપાધ્યાય (ઉ.વ.૨૫) નામના યુવામ પોતાના મકાને બેભાન હાલતમાં મળી આવતા ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા છે
ત્રીજા બનાવમાં મૂળ વડોદરા જીલ્લાના વાવડી ગામ હાલ મોરબીના નીચી માંડલ નજીક નોકેન સિરામિકમાં રહીને કામ કરતા મેહુલભાઈ ચીમનભાઈ રાઠવા (ઉ.વ.૧૭) નામના સગીર વાડીમાં કુદરતી હાજતે જવા માટે કુવામાં પાણી ભરવા જતા પગ લપસી જતા કુવામાં પડી જતા મોત થયું હતું ચોથા બનાવમાં રાજકોટ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રહેતા કિંજલબેન કેવલકુમાર નાદપરા (ઉ.વ.૨૪) નામની પરિણીતા વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ પાસે હોલ માતાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને મચ્છુ નદીમાં ન્હાવા જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું ચારેય બનાવો મામલે મોરબી અને વાંકાનેર પોલીસે વધુ તપાસ ચલાવી છે