વાંકાનેરના વઘાસીયા ટોલનાકાના કર્મચારી સાથે ઝઘડો કરી મારી નાખવાની ધમકી

 

વઘાસીયા ટોલનાકું અવારનવાર વિવાદોમાં રહે છે અગાઉ બોગસ ટોલનાકા પ્રકરણ ખુબ ગાજ્યું હતું તો છાશવારે માથાકૂટના દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં ટોલનાકા કર્મચારી સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 

મૂળ બિહારના વતની હાલ વાંકાનેર વઘાસીયા ટોલનાકા મેનેજર મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુ (ઉ.વ.૩૭) વાળાએ આરોપીઓ જયરાજસિંહ ઝાલા, હરદીપ ઉર્ફે હરૂભા ઝાલા રહે વઘાસીયા તા. વાંકાનેર અને ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી જયરાજસિંહ ઝાલા તેની સાથે બે અજાણ્યા ઈસમોને લઈને કાર જીજે ૩૬ એજે ૨૩૧૨ વાળીમાં આવી ટોલ કર્મચારીને ગાડી ઉભી નહિ રાખવા જણાવી બોલાચાલી કરી હતી

 

બાદમાં હરદીપ ઉર્ફે હરૂભા ઝાલા સાથે બે અજાણ્યા ઇસમો સ્કોપીઓ કાર જીજે ૦૮ બીએચ ૦૦૦૭ લઈને આવી ટોલબુથ કર્મચારીને અમારી ગાડી ઉભી નહિ રાખવા જણાવી કર્મચારી સાથે બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને શરીરે મુંઢ ઈજા કરી ટોલ નહિ ભરી ટોલ પ્લાઝાના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા NHAI ને આપેલ નોટીફીકેશનનો ભંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.