પીપળી રોડ પર મકાનમાં જુગાર રમતી મહિલાઓ સહીત આઠ ઝડપાયા

 

પીપળી ર ઓળ પર રોયલ પાર્કના રહેણાંક મકાનમાં જુગાર રમતી મહિલાઓ સહીત આઠ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રૂ ૩૭,૨૦૦ રોકડ રકમ જપ્ત કરી છે

 

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પીપળી રોડ રોયલ પાર્કમાં રહેતા આરોપી કાજલબેન બુધ્ધાભાઈ પટેલ તેના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર સાધનો પુરા પાડી અખાડો ચલાવતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા કાજલબેન પટેલ, ઇન્દ્રસિંહ નવલસિંહ જાડેજા, મુનાફ અલ્તાફ ખુરેશી, રામાભાઈ કેશુરભાઈ અમર, સમાબેન સફીભાઇ મોટલાણી, ટીનાબેન જગદીશભાઈ ત્રિવેદી, ભાવીકાબા ભરતભાઈ પરમાર અને મંજુલાબેન લાભુભાઈ ગઢવી એમ આઠ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રૂ ૩૭,૨૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.