મોરબીમાં બે સ્પા વર્કરના બાયોડેટા ફોર્મ પોલીસમાં જમા નહિ કરાવનાર સ્પા સંચાલક વિરુદ્ધ કાર્યવાહી

 

મોરબીના શનાળા રોડ પર આવેલ સ્પામાં કામ કરતી બે સ્પા વર્કરની માહિતી સંબંધિત પોલીસ મથકને નહિ આપી જાહેરનામાં ભંગ કરનાર સ્પા સંચાલક વિરુદ્ધ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના શનાળા રોડ પર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝા બીજા માળે આવેલ ડાઉન ટાઉન સ્પામાં ચેકિંગ કર્યું હતું જ્યાં બે સ્પા વર્કરના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં જમા નહિ કરાવનાર આરોપી સ્પા સંચાલક આરીફ ગુલામ બેલીમ (ઉ.વ.૨૬) વિરુદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાં ભંગની કાર્યવાહી કરવામાં આવી છે એ ડીવીઝન પોલીસ મથકમાં જાહેરનામાં ભંગનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.