ટંકારાના જબલપુરમાં પૈસાની તંગીના લીધે પત્નીએ બાઈક લેવાની ના પાડી, પતિએ ગળેફાંસો ખાઈ લીધો 

 

ટંકારાના જબલપુર ગામે પૈસાની તંગી હોય પત્નીએ મોટર સાયકલ લેવાની ના પાડતા પતિએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ટંકારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

પ્રાપ્ત માહિતી મુજબ જબલપુર ગામની સીમ વિઝન બીલટેક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના બદીયાભાઇ હુરજીભાઇ ભુરીયાને બાઈક લેવું હોય પરંતુ તેમની પાસે રૂપિયા ન હોય અને પુત્રના લગ્ન પણ કરાવવા હોય જેથી પત્નીએ બાઈક લેવાની ના પાડતા પતિને મનોમન લાગી આવ્યું હતું. તેથી તેમણે રાત્રિના ત્રણ વાગ્યે ઘરેથી બાથરૂમ કરવા જવાનું કહી લેબર ક્વાટરની પાછળ આવેલ નગરપાલીકાના કચરા નાખવાના સેડમાં લોખંડની એંગલમાં બાંધેલ સાડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

Leave A Reply

Your email address will not be published.