

મોરબીના નવા સાદુળકા ગામે વાડીમાં કામ કરતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નવા સાદુળકા ગામે હરીપર કેરાળા માર્ગ શિવલાલ મગનભાઇની વાડીમા આવેલ ઓરડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના પતલીયા ગમલા રાઠ્વા નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઓરડીમાં ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


