

નેકનામ પડધરી રોડ પર હૈવા ટ્રકના ચાલકે સ્કૂટરને હડફેટે લીધું હતું અને મોટરસાયકલ ટ્રકના પાછળના ટાયરના જોટામાં આવી જતા વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત બાદ ટ્રક લઈને ચાલક નાસી ગયો હતો
મોરબીના રવાપર રોડના રહેવાસી અનિલભાઈ ડાયાભાઇ ભોરણીયા (ઉ.વ.૫૯) હાઈવા ટ્રક જીજે ૩૬ એક્સ ૧૮૪૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ટ્રક ચાલકે પુરઝડપે ટ્રક ચલાવી નેકનામ પડધરી રોડ પર ભારત ગેસ ગોડાઉન પાસે ફરિયાદીના મોટાભાઈ વાલજીભાઈ ડાયાભાઇ ભોરણીયાને પાછળથી ટક્કર મારી ટ્રકના પાછળના ટાયરના જોટામાં લઈને શરીરે ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું અકસ્માત બાદ ટ્રક લઈને નાસી ગયો હતો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે