મોરબી જીલ્લા રાજપૂત સમાજની સાધારણ સભા અને કારોબારી મીટીંગ યોજાશે

 

મોરબી જીલ્લા રાજપૂત સમાજના હોદેદારોની ટર્મ પૂર્ણ થઇ છે જે અંગેની સાધારણ સભા અને કારોબારી મીટીંગ તા. ૨૩ ને રવિવારે સાંજે ૪ : ૩૦ કલાકે પંચમુખી હનુમાનજી મંદિર, વેજીટેબલ રોડ મોરબી ૨ ખાતે યોજાશે જે સાધારણ સભા અને કારોબારી મીટીંગમાં નવા હોદેદારો પ્રમુખ, મહામંત્રી અને તમામ કારોબારીના નવા સભ્યોની નિમણુક કરવામાં આવશે

 

તે ઉપરાંત હાલમાં મહારાણીશ્રી વિજય કુંવરબા સાહેબ મોરબી રાજપૂત સમાજ ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તે કામકાજની ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે જેથી સમાજ ભવનના ડોનર તમામ ભાઈઓએ ખાસ ઉપસ્થિત રહેવા શ્રી રાજપૂત સમાજ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ દશરથસિંહ યુ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ એન જાડેજાની યાદીમાં જણાવ્યું છે

 

Leave A Reply

Your email address will not be published.