

રંગપર રોડ પર બે ઇસમોએ શ્રમિક યુવાન સાથે માથાકૂટ કરી છરી વડે મારી નાખવાના ઈરાદે ગંભીર ઈજા પહોંચાડી બંને ઈસમો નાસી ગયા હતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મોરબીના રંગપર રોડ એબીસી કારખાના સુનીલભાઈ કનૈયાલાલ બામણીયા (ઉ.વ.૨૮) નામના યુવાને આરોપીઓ મુકેશ અને રીતેશ રહે બંને એમપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી છૂટક મજૂરીએ જવા માટે પોતાના મિત્રની રાહ જોતો હતો ત્યારે રંગપર રોડ પર બંને આરોપીઓએ આવી ખોટી રીતે ગાળો આપી ઢીકા પાટું માર માર્યો હતો અને ફરિયાદી સુનીલને મારી નાખવાના ઈરાદે બંને પાસે રહેલ છરી વડે છાતીના ભાગે, ખંભા અને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયા હતા મોરબી તાલુકા પોલીસે બંને ઇસમોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે