મોરબી : મારી બહેનને કેમ હેરાન કરો છો કહીને લાકડાના ધોકા વડે મહિલાને માર માર્યો

            શકત શનાળા ગામમાં રહેતા ૫૫ વર્ષીય પૌઢ મહિલાને એક ઇસમેં મારી બહેનને હેરાન કરો છો કહીને ગાળો આપી લાકડાના ધોકા વડે બંને પગમાં અને વાસાના ભાગે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

 

            મોરબીના શકત શનાળા નવા પ્લોટ વિસ્તારમાં રહેતા નંદુબેન છગનભાઈ સોલંકી (ઉ.વ.૫૫) આરોપી લલિત ખેંગાર ઉભડીયા રહે ભડિયાદ તા. મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી લલિતે મારી બહેનને કેમ હેરાન કરો છો કહીને ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

 

Leave A Reply

Your email address will not be published.