મોરબીમાં બિનઅધિકૃત માંસ-મટન વેચાણ બંધ કરાવવા હવે નાગરિકો પણ મેદાને
ગેસ્ટ હાઉસ રોડ, કુબેરનાથ મેઈન રોડ આસપાસના વિસ્તારના નાગરિકોએ આવેદન આપ્યું


મોરબીના ગેસ્ટ હાઉસ રોડ અને કુબેરનાથ મેઈન રોડ પર અંદરના આજુબાજુના વિસ્તારમાં રહેતા નાગરિકો દ્વારા આજે મહાનગરપાલિકાના કમિશ્નરને આવેદન પાઠવી ધી ગુજરાત એનીમલ પ્રિવેનશન એક્ટ ૧૯૫૪ ની કલમ ૫,૬ તથા અન્ય કલમો મુજબ કોઇપણ અધિકૃત અધિકારીની મંજુરી લીધા વગર જાહેર રસ્તા પર અનઅધિકૃત રીતે માંસ, મટનનું વેચાણ થતું હોય તે બંધ કરાવવા માંગ કરી છે
આવેદનમાં જણાવ્યું છે કે ગેસ્ટ હાઉસ રોડ પર આવેલ શક્તિ ચોકના અંદરના વિસ્તારમાં આવેલ શેરીઓમાં રહેતા અને કુબેરનાથ મેઈન રોડ પર રહેતા શાકાહારી નાગરિકો છીએ પરિવારના સભ્યોને શક્તિ ચોક થઈને પસાર થવા સમયે નાક પર રૂમાલ બાંધીને રસ્તો પસાર કરવો પડે છે ગેસ્ટ હાઉસ રોડ પર શક્તિ ચોકથી ગઢની રંગ આજુબાજુ અને કુબેરનાથ મેઈન રોડ પર જાહેરમાં અનઅધિકૃત રીતે પશુઓનું મારણ કરી માંસ મટનનું વેચાણ ખુલ્લે આમ થાય છે જેની કાપ કૂપ કરતા હોય લોહી અને હાડકા તેમજ અન્ય શરીરના અંગે ગટરમાં જ ફેંકવામાં આવે છે મોટા પાડા અને ભેંસનું માંસ જાહેરમાં લટકાવવામાં આવે છે જેથી અવરજવર કરનાર નાગરિકોને મોટા અવાજે પૂછવામાં આવે છે કે નાનું લેવું કે મોટું માંસ જેથી અસહનીય ત્રાસ ભોગવવો પડે છે જે તદન ગેરકાયદેસર અને ગેર વ્યાજબી તેમજ કાયદા વિરુદ્ધની પ્રવૃતિઓ છે
જાહેર રસ્તા પરથી આજુબાજુમાં આવેલ શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષકો પસાર થતા હોય જેને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વિસ્તારમાં જુના રાજાશાહી વખતના ધાર્મિક મંદિરો આવેલા છે જેથી કોઈપણ જાતના માંસ મટનના વેપાર કરવા માટેની મંજુરી આપવામાં ના આવે અને જે ગેરકાયદેસર હાટડીઓ હાલે છે તેને કાયદાની રૂએ તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે