મોરબી જીલ્લામાં ચોરી-લૂંટ સહિતના ગુનાઓમાં સંડોવાયેલ રીઢો ગુનેગાર ચોરાઉ બાઈક સાથે ઝડપાયો


મોરબી જીલ્લાના વિવિધ પોલીસ મથક વિસ્તારમાં ચોરી, લૂંટ, પ્રોહીબીશન અને હથીય્રાધારા સહિતના ૧૩ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા ઈસમને એલસીબી ટીમે રવિરાજ ચોકડી નજીકથી ચોરાઉ બાઈક સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ મિલકત સંબંધી ગુના અટકાવવા અને અનડિટેકટ ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી થયેલ બાઈક લઈને એક ઇસમ નેશનલ હાઈવે રવિરાજ ચોકડીથી નીકળવાનો છે જેથી વોચ ગોઠવી આરોપી અસગર રમજાન મોવર (ઉ.વ.૨૬) રહે કાજરડા તા. માળિયા (મી.) વાળાને ઝડપી લીધો હતો અને પૂછપરછ કરતા બાઈક ચોરી કર્યાની કબુલાત આપી હતી જેથી ૫૦ હજારનું બાઈક રીકવર કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે
ઝડપાયેલો આરોપી અસગર રીઢો ગુનેગાર છે જે ઇસમ વિરુદ્ધ અગાઉ મોરબી સીટી એ ડીવીઝન, માળિયા, મોરબી તાલુકા અને હળવદ પોલીસ મથકમાં ચોરી, લૂંટ, પ્રોહીબીશન અને હથિયારધારા સહિતના ૧૩ ગુના નોંધાઈ ચૂકયા છે જે ઈસમને ઝડપી લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે