

જુના ઘૂટું રોડ પર આવેલ સીમ્પોલો સિરામિકમાં માટીમાંથી ૪૭ વર્ષીય આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો આધેડનું કોઈ કારણોસર મોત થયું હતું જેથી પોલીસે વધુ તપાસ ચલાવી છે
બનાવની મળતી માહિતી મુજબ મોરીબના જુના ઘૂટું રોડ પર સીમ્પોલો સિરામિકમાં રહેતા ઉદયસિંગ થાનસિંગ ભીલાલા (ઉ.વ.૪૭) નામના આધેડનું તા. ૧૮ ના રાત્રીના એકથી દોઢેક વાગ્યા આસપાસ કોઈ કારણોસર મોત થયું હતું અને મૃતદેહ માટીમાંથી મળી આવ્યો હતો મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે