

મોરબીના સર્કિટ હાઉસ સામે આવેલી સરસ્વતી સોસાયટીમાં એક ૫૮ વર્ષીય પ્રોઢાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર જ્વલનશીલ પદાર્થ છાંટી અગ્નિસ્નાન કરી લેતા મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


બનાવની વિગત મુજબ, સરસ્વતી સોસાયટી શેરી નંબર-૦૨ માં રહેતા મીનાક્ષીબેન સુખદેવભાઈ અઘેરા (ઉ.વ. ૫૮) એ વહેલી સવારે કોઈ કારણોસર આ અંતિમ પગલું ભર્યું હતું. મીનાક્ષીબેને પોતાના ઘરના બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કરી, શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી દીધી હતી, જેમાં ગંભીર રીતે દાઝી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. પોલીસને જાણ થતા મહિલાએ કયા કારણોસર આત્મહત્યા કરી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.