

મોરબીના જાંબુડીયા ગામની સીમમાં આવેલી એક ફેક્ટરીમાં કામ દરમિયાન ઊંચાઈ પરથી પટકાતા ૫૧ વર્ષીય આધેડનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આધેડને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. મોરબી તાલુકા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ, મોરબીના રફાળેશ્વર (મચ્છોનગર) વિસ્તારમાં રહેતા અને મૂળ ત્રાજપર ગામના વતની રમેશભાઈ જીવણભાઈ કુંવરીયા (ઉંમર ૫૧) જાંબુડીયા ગામની સીમમાં આવેલ લેટીગ્રેસ કારખાનામાં કામ કરી રહ્યા હતા. તેઓ કોઈ કારણોસર ઊંચાઈ પરથી નીચે પટકાતા તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા બાદ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. મોરબી તાલુકા પોલીસ સ્ટાફે આ બનાવ અંગેની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.


