મોરબીના આલાપ રોડ પર પ્રૌઢે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

આલાપ રોડ પર આવેલી તિરુપતિ સોસાયટીમાં રહેતા ૫૦ વર્ષીય આધેડે પોતાના નિવાસસ્થાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, આલાપ રોડ પર રામાપીરના મંદિર વાળી શેરીમાં આવેલી તિરુપતિ સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલિયા (ઉંમર ૫૦) એ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પ્રૌઢે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.