માળિયાના મોટા દહીંસરા ગામે નકલી દારૂની ફેક્ટરી પ્રકરણમાં આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ મંજુર 

ફરાર મુખ્ય આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

 

 

માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામમાં કેમિકલથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી લઈને સ્થાનિક પોલીસ અને એલસીબી ટીમે ૨૦.૭૫ લાખનો મુદામાલ જપ્ત કરી પાંચ ઇસમોને ઝડપી લીધા હતા ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજુ કરતા આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે

 

મોરબી એલસીબી ટીમે માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા મહેશ ઉર્ફે મુન્નો ધરમશી કાંજીયા અને દરબારગઢ વિસ્તારમાં રહેતા અજયસિંહ ભાવુભા જાડેજાના મકાનમાં રેડ કરી ભારતીય બનાવટનો ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવી તે દારૂ બોટલોમાં પેકિંગ કરી બોટલો ઉપર ડુપ્લીકેટ કયું આર કોડ, બારકોડ અને સ્ટીકર તેમજ ઢાંકણા લગાડવાની ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો અને નકલી દારૂ માટેની બોટલો, સ્ટીકર, કેમિકલ સહિત રૂ ૨૦.૭૫ લાખનો મુદામાલ કબ્જે લેવામાં આવ્યો હતો

 

આરોપીઓ મહેશ ઉર્ફે મુનો ધરમશી કાંજીયા, કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલા રહે બંને મોટા દહીંસરા તા. માળિયા, રામદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલા રહે મોરબી ઋષભનગર, વિક્કી ઉર્ફે કાનો રમેશભાઈ સિંધવ રહે સોખડા હાલ મોરબી અને વિક્રમ કેશુભાઈ ધંધુકીયા રહે મોટા દહીંસરા વિવેકાનંદનગર તા. માળિયા એમ પાંચ ઇસમોને ઝડપી લીધા હતા જે આરોપીઓને કોર્ટમાં રજુ કરતા આઠ દિવસના રિમાન્ડ મંજુર થયા છે રિમાન્ડ દરમિયાન મુખ્ય આરોપી અજયસિંહ ભાવુભા જાડેજા રહે મોટા દહીંસરા તા. માળિયા વાળાને ઝડપી લેવા તેમજ રાજસ્થાન કનેક્શન અંગે પોલીસે વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.