વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬ : રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર, પ્રથમ વિજેતાને મળશે રૂ. ૩૧,૦૦૦નું ઈનામ

            ગુજરાત સરકાર દ્વારા વડનગર ખાતે યોજાનારા શ્રાવણોત્સવ-૨૦૨૬ને વધુ વ્યાપક અને ડિજિટલ માધ્યમ દ્વારા વૈશ્વિક ઓળખ અપાવવા માટે શ્રાવણોત્સવ ૨૦૨૬ રીલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓનલાઇન રીલ સબમિટ કરવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર છે.

            સ્પર્ધકોએ સોશિયલ મીડિયા પર વડનગર વિરાસત ભી, વિકાસ ભીવિષય પર ૧ થી ૩ મિનિટની મૌલિક રીલ તૈયાર કરીને તેની લિન્ક mygov પોર્ટલ પર સબમિટ કરવાની રહેશે. રીલ MP4, AVI અથવા MOV ફોર્મેટમાં અને ઓછામાં ઓછા ૭૨૦p રિઝોલ્યુશનમાં હોવી જરૂરી છે. સ્પર્ધામાં ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં એન્ટ્રી મોકલી શકાશે. જો વિડિયોમાં અન્ય કોઈ પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો સબટાઇટલ્સ ફરજિયાત રહેશે. સ્પર્ધકો દ્વારા રજૂ કરવામાં આવતી રીલમાં સ્ટોક ફૂટેજનો ઉપયોગ પણ કરી શકાશે.

સ્પર્ધાના વિજેતાઓને આકર્ષક રોકડ ઇનામો આપવામાં આવશે. પ્રથમ વિજેતાને રૂ. ૩૧,૦૦૦, દ્વિતીય વિજેતાને રૂ. ૨૧,૦૦૦ અને તૃતીય વિજેતાને રૂ. ૧૧,૦૦૦નું ઇનામ એનાયત કરવામાં આવશે. આ સ્પર્ધા દ્વારા ગુજરાત સરકારનો ઉદ્દેશ સર્જનાત્મક ડિજિટલ વાર્તાકથન દ્વારા નાગરિકોને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર સાથે જોડવાનો તેમજ શ્રાવણોત્સવ ૨૦૨૬ પ્રત્યે જનભાગીદારી વધારવાનો છે.

Leave A Reply

Your email address will not be published.