

ગુજરાત રાજ્ય સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર પ્રેરીત ‘આર્યભટ્ટ’ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં આજે જીલ્લા કક્ષાની રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવ ૨૬નુ આયોજન કરવામાં આવેલ છે.
રાષ્ટ્રીય સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ ૨૬ માં મોરબી જીલ્લાની આઠ સ્કૂલોએ ભાગ લીધો હતો તેમાં પ્રથમ નંબર ;- શ્રી યુનિક ઈ.મી.સ્કૂલ મોરબી, દ્વિતીય ક્રમે શ્રી નાલંદા વિધાલય વિરપર તથા તૃતિય ક્રમે શ્રી ડી. જે. પટેલ કન્યા વિધાલય મોરબી ટીમ વિજેતા રહી હતી આ રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બેસ્ટ ડાયરેકટ શ્રીમતિ છાયાંબેન કાટડે તથા બેસ્ટ રાઈટ માહિન મઘોડીયાને પસંદ કરવામાં આવેલ.
નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલનું દિપ પ્રગટ્ય જીલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા સાથે “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના સંચાલક એલ. એમ. ભટ્ટ ઉપસ્થિત રહીને દરેક સ્કૂલનાં માર્ગદર્શક શિક્ષક તથા વિજેતાઓને સિલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ. આ સમગ્ર નાટ્ય મહોત્સવના સફળ આયોજન દિપેન ભાઈ ભટ્ટ તથા આઈ. પી. ઓફીસર પાર્થભાઈ સોલંકી તથા સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો



