મોરબીમાં શેરબજારમાં રોકાણની લાલચે વેપારી સાથે ફ્રોડમાં ૬૧ લાખની રોકડ પરત મળી

ત્રણ ઇસમોને ઝડપી પોલીસે રોકડ રીકવર કરી હતી, વેપારીને પોલીસે રકમ પરત સોપી

 

મોરબીના રહેવાસી વેપારી યુવાનને શેર બજારમાં રોકાણ કરવાની લોભામણી સ્કીમો આપી રૂ ૮૬.૨૫ લાખની રકમ બેંક ખાતામાં અને આંગડીયા પેઢી મારફત ટ્રાન્સફર કરાવી રૂ ૮૬.૨૫ લાખની છેતરપીંડી આચરવામાં આવી હતી જે ગુનામાં સાયબર ક્રાઈમ પોલીસ ટીમે ત્રણ ઇસમોને ઝડપી લઈને રૂ ૬૧ લાખની રકમ રીકવર કરી હતી જે રકમ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકને પરત સોપવામાં આવી છે

 

મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા ભરતભાઈ ખીમજીભાઈ વરમોરાએ ગત તા. ૦૮ ના રોજ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના દીકરા પલ્લવને આરોપીઓએ જાસામાં લઈને મેં જુન માસમાં અલગ અલગ તારીખે બેંક અને આંગડીયા પેઢી મારફતે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાના બહાને રૂ ૮૬,૨૫,૯૫૦ ની રકમ ટ્રાન્સફર કરાવી હતી અને આરોપીઓ રૂપિયા ઓળવી જઈને ચીટીંગ કરી હતી મોરબી સાયબર ક્રાઈમ પોલીસ ટીમે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ મહેસાણા જીલ્લાના હોવાની માહિતી મળતા એક ટીમ મહેસાણા જીલ્લામાં રવાના કરી હતી અને ગુનામાં સંડોવાયેલ  આરોપીઓ નીતિન બળદેવભાઈ રબારી, ભલાભાઈ લાલભાઈ રબારી અને કશ્યપજી ઉર્ફે ચકો અમરશીજી ઠાકોર રહે ત્રણેય મહેસાણા વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૬૧ લાખની રકમ રીકવર કરવામાં આવી હતી

 

જે રીકવર કરવામાં આવેલ રકમ આજે મૂળ માલિકને પરત કરવામાં આવી હતી નામદાર કોર્ટના હુકમ મુજબ આજે જીલ્લા પોલીસવડા, ડીવાયએસપી અને સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈની ઉપસ્થિતિમાં ૬૧ લાખની રકમ ફરિયાદીને પરત સોપવામાં આવ્યો હતો

 

 

Leave A Reply

Your email address will not be published.