નીચી માંડલ ગામે દુકાને નાસ્તો લેવા ગયેલ યુવાનને ગાળો બોલી ધમકી આપી

            નીચી માંડલ ગામે બે મિત્રો દુકાને નાસ્તો લેવા ગયા હતા ત્યારે બે ઇસમોએ ગાળો આપી હાથ ઉગામી મારવાનો પ્રયાસ કર્યો હતો અને હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે અપમાનિત કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

            મૂળ ચોટીલા તાલુકાના સુરઈ ગામના વતની હાલ મોરબીના નીચી માંડલ નજીક સેનીસ્ટો સિરામિકની લેબર કોલોનીમાં રહેતા હિતેશ ગોવિંદભાઈ છાસીયા (ઉ.વ.૨૮) આરોપીઓ જીતુભાઈ પટેલ અને વિપુલભાઈ પટેલ રહે બંને નીચી માંડલ ગામની સીમ તા. મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮ ના રાત્રીના સાડા આઠેક વાગ્યે ફરિયાદી અને મિત્ર અનિલભાઈ બંને નીચી માંડલ ગામ નજીક આવેલ આરોપીની દુકાને નાસ્તો લેવા ગયા હતા નાસ્તો લીધા બાદ અનિલભાઈ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરતા હતા ત્યારે આરોપી જીતુભાઈ પટેલે તેમની પાસે ઉભેલો માણસ તેની સાથે છે કે કેમ ? તેમ બે વાર પૂછી ગાળો બોલવા લાગ્યો હતો

 

            અને ફરિયાદી પર હાથ ઉગામી મારવાનો પ્રયાસ કર્યો હતો બાદમાં ફરિયાદીના શેઠ સ્મિતભાઈ પટેલ અને કિશનભાઈ પટેલ આવી જતા ગાડીમાં ફરિયાદી હિતેશભાઈ બેઠા હતા ત્યારે આરોપી વિપુલ પટેલે આવી ગાળો આપી હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે અપમાનિત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે  

Leave A Reply

Your email address will not be published.