મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ‘૧૦ કરોડ નશામુક્તિ જાગૃતિ પ્રતિજ્ઞા મહાઅભિયાન’ અંતર્ગત ડૉક્ટરોએ પ્રતિજ્ઞા લીધી

 

બ્રહ્માકુમારીઝ દ્વારા સમગ્ર દેશમાં ચાલી રહેલા *‘૧૦ કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન’* અંતર્ગત આજે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોરબી સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. દુધરેજીયાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં હોસ્પિટલના આશરે ૫૦ જેટલા ડૉક્ટરો જોડાયા હતા.

 

આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ દ્વારા નશાના શારીરિક, માનસિક, પારિવારિક તથા સામાજિક જીવન પર પડતા દૂષ્પ્રભાવો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજયોગ દ્વારા કઈ રીતે વ્યક્તિ જીવન ને આત્મનિર્ભર તથા કોઈ પણ બંધનોથી મુક્ત બનાવી શકે એ પ્રેરણા આપી .મોરબી સેવા કેન્દ્રના બ્રહ્માકુમારી બહેનો આદરણીય બ્રહ્માકુમારી સમજુબેન, બ્રહ્માકુમારી કિંજલ બેન તથા બ્રહ્માકુમારી આયુષીબેન દ્વારા આ કાર્યક્રમમાં રાજયોગ મેડિટેશન અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા વ્યસનમુક્ત તથા તણાવમુક્ત જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

 

બ્રહ્માકુમારીઝ મોરબી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ૧૦ કરોડ નશામુક્તિ જાગૃતિ પ્રતિજ્ઞા મહાઅભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના દરેક વર્ગ સુધી વ્યસનમુક્તિનો સંદેશ પહોંચાડી સ્વસ્થ, સશક્ત અને મૂલ્યનિષ્ઠ ભારતના નિર્માણમાં જનભાગીદારી વધારવાનો છે.

 

Leave A Reply

Your email address will not be published.