વાંકાનેરના વઘાસીયા ગામે સોના-ચાંદીના દાગીના અને રોકડ સહીત ૧.૭૧ લાખની ચોરી

 

મોરબી જીલ્લામાં તસ્કરો બેફામ બની ગયા છે એક બાદ એક ચોરીના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે જેમાં વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામમાં મકાનના તાળા તોડી ઘરના કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહીત કુલ રૂ ૧.૭૧ લાખની મત્તા ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 

વાંકાનેરના જુના વઘાસીયા ગામમાં રહેતા ફાતમાબેન ઉસ્માનભાઈ માણસીયાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૪ ઓગસ્ટના સાંજના સાત વાગ્યાથી તા. ૦૫ વાગ્યાના સવારના સાત વાગ્યા સુધીના સમય દરમિયાન અજાણ્યા ચોર ઇસમેં ફરિયાદીના મકાનની ઓસરીના દરવાજાને મારેલ લોક તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો

 

બેડરૂમમાં પ્રવેશી કબાટમાંથી સોનાના ચેન નંગ ૦૨ ૫૮ ગ્રામ કીમત રૂ ૨૪,૩૬૦, સોનાનો કાપ ૧ નંગ આશરે ૫ ગ્રામ કીમત રૂ ૨૧૦૦, સોનાની વીંટી ૧ નંગ આશરે ૫ ગ્રામ કીમત રૂ ૨૧૦૦, સોનાના દાણા ૨ નંગ કીમત રૂ ૮૪૦ અને સોનાની કડી નંગ ૦૨ આશરે ૫ ગ્રામ કીમત રૂ ૨૧૦૦ તથા ચાંદીના સાંકળા ૬ નંગ આશરે ૬૦૦ ગ્રામ કીમત રૂ ૪૫૦૦ અને રોકડ રૂ ૧,૩૫,૦૦૦ સહિત કુલ રૂ ૧,૭૧,૦૦૦ ની મત્તા ચોરી કરી ગયો હતો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.