મોરબી જિલ્લાના ત્રણ તાલુકામાં ૩૯૭ ગરીબ મહિલાઓને ગેસ કનેકશન નું વિતરણ કરાયું.

સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મોરબી જિલ્લાના મોરબી, માળીયા(મી.) તથા ટંકારા તાલુકાના ગરીબ કુંટુબની ૩૯૭ મહિલા લાભાર્થીઓને આજે સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા ના હસ્તે ગેસ કનેકશન, સગડી અર્પણ કરવામાં આવેલ હતા.

મોરબી સ્કાયમોલ ખાતે આજે યોજાયેલા કાર્યક્રમને સાંસદ કુંડારીયા એ દિપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો આ પ્રસંગે કુંડારીયા એ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯ સુધીમાં વર્ષ ૨૦૧૧ના સર્વે મુજબના બી.પી.એલ. લાભાર્થીઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેકશન આપી ગરીબ મહિલાઓને ચુલા ફુકવામાથી અને લાકડાના ધુમાડાથી મુક્ત કરવા સરકાર કટીબધ્ધ છે. તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે સરકારની ઘણી ગરીબલક્ષી યોજનાઓ છે. તેનો લાભ લેવા જણાવી સ્વચ્છતા  જાળવવા પર ભાર મુક્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો જરૂરીયામંદ ગરીબ બહેનો મોટી સંખ્યામાં લાભ મેળવે તેવો સરકારનો આશય છે. તેમ જણાવી લાભાર્થી બહેનોને આ મળેલ ગેસ કનેકશન નો વ્યવસ્થિત ઉપયોગ કરી સરકારશ્રીના સ્વચ્છતા અભીયાનમાં સ્વચ્છતા જાળવવા સાથે સંકલ્પ બધ્ધ બનવા જણાવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમા સ્વાગત પ્રવચન ઈનચાર્જ પૂરવઠા અધિકારીશ્રી દમયંતીબેન બારોટે કર્યુ હતું જ્યારે અંતમાં આભાર વિધી મોરબી મામલતદારશ્રી વી.એસ.ધોળુએ કરી હતી.આ કાર્યક્રમમાં આઈ.ઓ.સી. રાજકોટના કસ્ટમર સર્વીસ મેનેજરશ્રી બી.પી.કલ્યાણી, આસી. મેનેજરશ્રી પ્રવિણકુમાર પટેલ, મોરબી નગરપાલીકા પ્રમુખ શ્રીમતી ગીતાબેન કણઝારીયા તથા ત્રણે તાલુકાના લાભાર્થી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Comments
Loading...
WhatsApp chat