

શ્રાવણ માસ નિમિતે શ્રી કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ રાજકોટ સંચાલિત મોરબી વૃદ્ધાશ્રમના માવતરોને મહાદેવની યાત્રા કરાવવામાં આવી હતી દાતા રાજેન્દ્રભાઈ પંડ્યા, સૌરભભાઈ રાજેન્દ્ર પંડ્યા, મૌલિકભાઈ રાજેન્દ્રભાઈ પંડ્યાના સહયોગથી રફાળેશ્વર, જડેશ્વર અને ભંગેશ્વર તેમજ ભીમનાથ મહાદેવના દર્શન કરાવ્યા હતા
ધાર્મિક યાત્રા સાથે નિરાધાર વડીલોને મીસ્ટાન ભોજનનો પ્રસાદ કરાવ્યો હતો બધા વડીલો ધાર્મિક યાત્રા કરીને આનંદિત થયા હતા અને ભોલેનાથના આશીર્વાદ મેળવી ભાવવિભોર હત્યા હતા મોરબી વૃદ્ધાશ્રમના વ્યવસ્થા સ્થાપક મેનેજર કિરણબા વાઘેલા, કિરણભાઈ જોશી અને હેતલબેન મહેતા સહિતનાઓએ ધાર્મિક યાત્રાની વ્યવસ્થા સાંભળી હતી


