વાંકાનેરના કાશીપર ગામે વાડીએથી ૪૦ હજારનું બાઈક ચોરાયું

 

વાંકાનેર તાલુકાના કાશીપર ગામમાં સરકારી શાળા પાસે વાડીએ રાખેલું ૪૦ હજારની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

વાંકાનેરના કાશીપર ગામે રહેતા હરેશભાઈ સુખાભાઈ ધોરીયા (ઉ.વ.૨૨) નામના ખેડૂતે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૧ ઓગસ્ટના રાત્રીના ૨ થી ૪ વાગ્યા દરમિયાન ગામમાં આવેલ સરકારી શાળા પાસે ફરિયાદીની વાડીએ બાઈક જીજે ૩૬ એકયું ૨૭૭૮ કીમત રૂ ૪૦ હજાર વાળું પાર્ક કરેલ હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે વાંકાનેર તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.