વાંકાનેરના ઢુવા નજીક ચક્કર આવતા બાઈક પરથી પડી ટ્રક નીચે આવીગયેલ મહિલાનું મોત

 

વાંકાનેરના ઢુંવા -માટેલ રોડ પર આવેલ સીરામીક ફેકટરીમાં કામ કરતા મૂળ ઓરિસ્સા રાજ્યનું વતની શ્રમિક દંપતી બાઈક લઈને વાંકાનેર ખાતે દવા લઈ પરત કારખાને જતા હતા ત્યારે બાઈક પાછળ બેઠેલા પત્નીને અચાનક ચક્કર આવી જતા બાઈક પરથી નીચે પડી ગયા બાદ ટ્રક હડફેટે ચડી જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

મૂળ ઓરિસ્સાના વતની અને હાલમાં વાંકાનેરના ઢુંવા -માટેલ રોડ પર આવેલ ક્યુરો સીરામીક ફેકટરીમાં કામ કરતા દુર્ગાપ્રસાદ સોરેનના પત્નીની તબિયત ખરાબ થતા તેઓ બાઈક પર દવા લઈ પરત કારખાને આવતા હતા ત્યારે ગત તા.૨૧ના રોજ સેન્ટોસા સીરામીક સામે બાઈક પાછળ બેઠલા દુર્ગાપ્રસાદના પત્ની જ્યોત્સનાબેન દુર્ગાપ્રસાદ સોરેન ઉ.૨૧ ને અચાનક ચક્કર આવતા બાઈક પરથી નીચે પડી ગયા હતા. બાજુમાંથી પસાર થતા ટ્રકની હડફેટે આવી જતા જ્યોત્સનાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સીવીલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતી જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.