

મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનના અધ્યતન ટેકનોલોજીથી સજ્જ નવા કાર્યાલયને શરુ કર્યે ૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા હોય પાંચમી વર્ષગાંઠ નિમિતે તા. ૨૭ ઓગસ્ટને ગુરુવારે સવારે ૧૧ કલાકે, શ્રી હરી કોમ્પ્લેક્ષ, બીજો માળે, ગુરુ ગોવિંદ ટેલ્કો પાસે, ટીંબડી પાટિયા, કંડલા હાઈવે મોરબી ખાતે એસોસીએશનની કારોબારી સમિતિની મીટીંગ યોજાશે
જેમાં ગુજરાત સરકારના રાજ્ય મંત્રી, સાંસદો, ધારાસભ્યો, પૂર્વ કેન્દ્રીય મંત્રી, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ રાજસ્થાન, ભાજપ મોરબીના પ્રમુખ, મોરબીના પ્રતિષ્ઠિત એસો પ્રમુખો, પૂર્વ પ્રમુખ, પૂર્વ ચેરમેન તેમજ ગુજરાત રાજ્યના ટ્રાન્સપોર્ટ એસોસીએશનના હોદેદારો હાજરી આપશે તેમ મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો પ્રમુખ પ્રભાતભાઈ એસ આહીરની યાદીમાં જણાવ્યું છે