

ટંકારાના મીતાણા ડેમ પાસે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૬૫,૧૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મીતાણા વાલાસણ રોડ પર ડેમની બાજુમાં આવેલ નદી કનાથે બાવળની ઝાડીમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા વિપુલભાઈ પુનાભાઈ બાંભવા, બાબુભાઈ રાણાભાઇ સોઢીયા, કિશોરભાઈ બાબુભાઈ દેણપીયા, સામતભાઈ પાલાભાઈ બાળા, રોહિતભાઈ વાસુરભાઈ બસિયા અને સાજીદ આમદ ઠેબા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૬૫,૧૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે