

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ચીટીંગના ગુનામાં આરોપી દંપતીએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને બચાવ પક્ષના વકીલની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપી દંપતીનો જામીન પર છુટકારો કર્યો છે
કેસની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં આરોપી મુકેશ અંબાપ્રસાદ મહેતા અને હિન્રાબેન મુકેશભાઈ મહેતા રહે આશુતોષ હાઈટ્સ ફ્લેટ નં ૧૦૧, કાયાજી પ્લોટ મોરબી વાળા વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી આરોપીની અટક કરી જ્યુડી. કસ્ટડીમાં જેલહવાલે કર્યા હતા અને આરોપીના વકીલ સીનીયર એડવોકેટ મનીષ પી ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબીના વિશેષ ન્યાયાધીશ અને અધિક ક્ષત્ર ન્યાયાધીશ સમક્ષ રેગ્યુલર જામીન પર મુક્ત થવા જામીન અરજી કરી હતી
આરોપી તરફે વકીલે જામીન અરજી પર ધારદાર દલીલો રજુ કરી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા જેને પગલે સેશન્સ જજ કે આર પંડ્યા સાહેબે આરોપીઓ મુકેશ મહેતા અને હીનાબેન મહેતાએ પ્રત્યેકને રૂ ૨૫,૦૦૦ + ૨૫,૦૦૦ ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કર્યા છે
જે કેસમાં આરોપી તરફે વકીલ મનીષ પી ઓઝા (ગોપાલભાઈ ઓઝા) અને કુ. મેનાઝ એ પરમાર રોકાયેલ હતા


