માળિયા: કાજરડા પાસેથી જામગરી બંદુક સાથે એક ઝડપાયો

માળીયા પોલીસ સર્વેલન્સ ટીમે પેટ્રોલિંગ દરમિયાન માળિયા (મિ)નાં કાજરડા જવાના રસ્તેથી એક શખ્સને દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એકને ઝડપી લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર માળિયા મિયાણા પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હોય ત્યારે મળેલી હકીકત બાતમીના આધારે કાજરડા જવાના રસ્તેથી સમીર અબ્બાસભાઈ મોવર નામના ઇસમને દેશી હાથ બનાવટની જામગરી નંગ ૧ કિંમત રૂ ૨૫૦૦ તથા હીરો કંપનીનું સ્પ્લેન્ડર બાઈક નં GJ36AG3812 કિંમત રૂ ૨૦ હજાર મળી કુલ ૨૨૫૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. માળિયા પોલીસે હથિયાર ધારા હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.