મોરબીમાં સાયબર ક્રાઈમના ગુનામાં આરોપીને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા


મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં આઈટી એક્ટ સહિતની કલમો હેઠળના ગુનામાં આરોપીની જામીન અરજી કોર્ટે મંજુર કરતા આરોપીનો જામીન પર છુટકારો થયો છે
કેસની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આરોપી રાજુભાઈ દેવાણંદભાઈ નંદાણીયા રહે આલાપ કોલોની માંગરોળ રોડ કેશોદ જી જુનાગઢ વાળા વિરુદ્ધ બીએનએસ કલમ ૧૧૧ (૨) (બી), ૩૧૬ (૫), ૩૧૬ (૨), ૩૧૮ (૪) ૩૧૯ (૨), ૩ (૫), ૬૧ (૨) અને આઈટી એક્ટની કલમ ૬૬ (સી) ૬૬ (ડી) મુજબના ગુનામાં આરોપીની અટક કરી નીચેની દાલતમાં રજુ કરી જ્યુડી. કસ્ટડીમાં જેલહવાલે કર્યા હતા આરોપીઓએ હાઈકોર્ટના એડવોકેટ આશિષ એમ ડગલી અને મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી ઓઝા (ગોપાલ ઓઝા) મારફત હાઈકોર્ટ સમક્ષ કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા અરજી કરી હતી
આરોપી તરફેના વકીલે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલો કરી હતી જેને ધ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટે આરોપી રાજુભાઈ નંદાણીયાને રૂ ૧૦,૦૦૦ ના જામીન પર શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કર્યો છે
જે કેસમાં આરોપી તરફે વકીલ આશિષ એમ ડગલી અને મનીષ પી ઓઝા (ગોપાલ ઓઝા) અને કુ. મેનાઝ એ પરમાર રોકાયેલ હતા



