વાંકાનેરના ધર્મનગરમાં વરસાદી પાણી ભરાઈ રહેતું હોવાની કલેકટર સમક્ષ રાવ

સ્થાનિક રહીશ દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી

 

વાંકાનેરના ધર્મનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતું હોવાથી રહીશોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે પાણી ભરાઈ રહેતા ખાડો પડી ગયો છે જેથી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે

 

વાંકાનેરના ધર્મનગરમાં રહેતા સંજયકુમાર ધીરજલાલ ગાંગડ દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહે છે જેથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે જે મામલે સરપંચથી લઈને તાલુકા વિકાસ અધિકારી સુધી રજૂઆત કરી છે પરંતુ વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન ઉકેલાયો નથી વરસાદી પાણી ભરાઈ રહેતું હોવાથી રસ્તો સાવ ધોવાઈ ગયો છે અને મોટા ખાડા પડી ગયા છે

 

ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિકોને હેરાનગતિ સહન કરવી પડે છે અવારનવાર નાના મોટા અકસ્માત થતા રહે છે મચ્છરના કારણે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે જેથી જીલ્લા કલેકટરને સ્થળની મુલાકાત લેવા અને સંબંધિત અધિકારીઓને તાકીદે કામગીરી કરવા સુચના આપવા માંગ કરવામાં આવી છે

Leave A Reply

Your email address will not be published.