કોર્ટના સજા વોરંટથી બચવા દોઢેક વર્ષથી ફરાર ઇસમ વાંકાનેર ભાટિયા સોસાયટીથી ઝડપાયો

 

વાંકાનેર સીટી પોલીસે કોર્ટના સજા વોરંટના કામે પોતાની ધરપકડ ટાળવા દોઢેક વર્ષથી નાસતા ફરતા ઈસમને ભાટિયા સોસાયટી ખાતેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

વકએન્ર સીટી પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમીયાન ખાનગી બાતમી મળી હતી કે એડી.ચીફ. મેજી.ની કોર્ટમાં ફો.કે. નં. ૩૩૩૩/૨૦૦૦ ના આરોપી કેતનભાઈ હિમતભાઈ પરમાર રહે અલંકાર ટોકીઝ નજીક સુરેન્દ્રનગર વાળાનું કોર્ટ તરફથી સજા વોરંટ અને નોન બેલેબલ વોરંટ ઈશ્યુ થયું હતું જે આરોપી હાલ વાંકાનેર ભાટિયા સોસાયટી હોવાની બાતમી મળતા ટીમે આરોપી કેતન હિમત પરમારને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે મોરબી એ ડીવીઝન પોલીસ મથકને સોપવા તજવીજ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.