

મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાંથી બે બાઈક ચોરીની ફરિયાદ મામલે સીટી એ ડીવીઝન પોલીસ અને તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીના સામાકાંઠે રહેતા હિમાંતભાઈ કુરજીભાઈ વણોદીયા (ઉ.વ.૨૯) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૩ ના રોજ સાંજે પોણા પાંચથી સાડા પાંચેક વાગ્યા દરમિયાન ફરિયાદીનું બાઈક જીજે ૦૯ ડીએચ ૨૫૨૭ કીમત રૂ ૪૦ હજાર વાળું ગાંધી ચોક સિવિલ હોસ્પીટલના પાર્કિંગમાં રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે
બીજી ફરિયાદ હળવદના ચરાડવા ગામે રહેતા અજીતભાઈ હરિભાઈ સોલંકીએ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે કે ગત તા. ૧૩ ના રોજ સવારે ૧૦ : ૩૦ થી બપોરે ૧ : ૩૦ સુધી ફરિયાદીનું બાઈક જીજે ૩૬ બીડી ૩૯૮૮ કીમત રૂ ૬૦ હજાર વાળું ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ નેક્ષીયન સર્ફેસ પા. લી. કંપની બહાર પાર્કિંગમાં રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે