

મોરબીના રવાપર જડેશ્વર રોડમાં ઘુનડા (સ.) ગામમાં નીકળતા બાયપાસ રોડના ડીમોલીશન કામગીરીમાં ભેદભાવ ચાલી રહ્યો હોવાની રાવ સાથે માર્ગ અને મકાન વિભાગના એકઝીકયુટીવ એન્જી.ને રજૂઆત કરવામાં આવી છે
ઘુનડા (સ.) ગામે રહેતા પ્રભુભાઈ વાલજીભાઈ રંગપડીયાએ રજૂઆત કરી જણાવ્યું છે કે ઘુનડા ગામની વચ્ચેથી નીકળતા રોડની જગ્યાએ બાયપાસ કરીને ગામની બહારથી રોડ બનાવવાની જરૂર હતી અમ છતાય ગામ વચ્ચેથી નીકળતા રોડના ડીમોલીશન બાબતે ખુબ ભેદભાવ ચાલી રહ્યો છે પ્રથમ સર્વે મુજબ જે જગ્યાએથી સેન્ટર લાઈનની બંને બાજુએથી સરખા ભાગે ડીમોલીશન કરવાનું હતું તેની જગ્યાએ એક સાઈડમાં વધુ અને સામેની સાઈડમાં ઓછું ડીમોલીશન કરવાનો ભેદભાવ સ્પષ્ટ નજરે પડે છે
મીડિયાના માધ્યમથી આજથી ૧૫ દિવસ પૂર્વે આ બાબત ઉજાગર કરી હતી હવે રજૂઆતના એક સપ્તાહમાં અમારી વાત અને અમારી માંગણી નહિ સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે