મોરબીના દીપ પટેલનું રાજ્યકક્ષાએ બહુમાન, પ્રતિષ્ઠિત જયદીપસિંહજી સીનીયર એવોર્ડ એનાયત


ગુજરાત રાજ્યને રમત ગમત ક્ષેત્રે વૈશ્વિક ફલક પર ચમકાવવા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા ભવ્ય એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જે ગૌરવપૂર્ણ પ્રસંગે રાઈફલ શૂટિંગ ક્ષેત્રે અપ્રતિમ સિધ્ધિઓ હાંસલ કરનાર રાજ્યના તેજસ્વી રમતવીર દીપ્ભાઈ ભુપેન્દ્રભાઈ પટેલને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ જયદીપસિંહજી બારૈયા સીનીયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે
એવોર્ડ વિતરણ સમારોહમાં ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યના રમત ગમત મંત્રી ડો. જયરામભાઈ ગામીત વિશેષ ઉપસ્થિત રહ્યા હત બંને મહાનુભાવોના હસ્તે દીપ પટેલને એવોર્ડ અને કલાત્મક રાજ્યકક્ષાનું સ્મૃતિ ચિન્હ (ટ્રોફી) એનાયત કરવામાં આવી હતી
દીપભાઈ પટેલ (અંદરપા) હરીપર (કે) ગામના વતની છે જેને રાઈફલ શૂટિંગમાં દર્શાવેલી અનન્ય પ્રતિભા અને ખંત માટે સત્તાવાર રીતે વર્ષ ૨૦૧૭-૧૮ ના આઉટસ્ટેન્ડિંગ સ્પોર્ટ્સપર્સન જાહેર કરીને સર્વોચ્ચ રાજકીય સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું



