વાંકાનેરની નવા કોઠારીયા પ્રાથમિક શાળાના બાળકોએ ગણપતિ મહારાજની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી 

            નવા કોઠારીયા પ્રાથમિક શાળા એટલે પ્રવૃત્તિઓનું ઘર જ્યાં શિક્ષણ અને સંસ્કાર થી બાળકોનું સિંચન કરવામાં આવે છે. વાંકાનેરના જડેશ્વર સ્થિત નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં ગણેશ ચતુર્થીના દિવસે નાના ભૂલકાઓ દ્વારા ગણપતિ બાપા ની માટીમાંથી સુંદર મજાની મૂર્તિ તૈયાર કરવામાં આવી. આ બાળકોએ પોતાની આગવી સૂઝ થી તેમાં કલર કરી મૂર્તિને આબેહૂબ બનાવવા પ્રયત્ન કર્યો. કોબીયા જીતુ, કોબીયા ધ્રુવી, સોરીયા આનંદ અને સારલા છાયા એ મૂર્તિ બનાવી સિદ્ધિવિનાયક દેવને પ્રસન્ન કરવા આ કાર્ય કર્યું. શાળાના શિક્ષક મિત્રોએ આ કામને આવકાર્યો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા

Leave A Reply

Your email address will not be published.