હળવદના રાયસંગપુર ગામે વાડીના રસ્તા બાબતના મનદુઃખમાં ધોકા ઉડ્યા, ૧૮ વિરુદ્ધ ફરિયાદ

 

હળવદના રાયસંગપુર ગામની સીમમાં વાડીના રસ્તા બાબતે મનદુઃખ ચાલતું હોય જેનો ખર રાખી મહિલાઓ સહીત કુલ ૧૮ ઇસમોએ ઝઘડો કરી લોખંડ કોસથી માર મારી હાથમાં ફ્રેકચર જેવી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ત્રણ અજાણ્યા ઈસમો સહીત ૧૮ વિરુદ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

હળવદના કૃષ્ણનગર મોરબી દરવાજા પાસે રહેતા જગદીશભાઈ થોભણભાઈ સોનગ્રા (ઉ.વ.૪૫) વાળાએ આરોપીઓ વિપુલ હીરાભાઈ ચાવડા, કરશન અમરશી ચાવડા, સંજય નરશી, સુંડા નરશી, રોહિત કરશન, ભાવેશ હીરા, રૂખીબેન નરશીભાઈ, જશુબેન સુંડાભાઈ, મીનાબેન સંજયભાઈ, હીરાબેન કરશનભાઈ, લીલાબેન હીરાભાઈ, તેજલબેન રોહિતભાઈ, વિપુલભાઈના પત્ની, મહેશ ઈશ્વર, ચંદુ ગંગારામભાઈ અને ત્રણ માણસો રહે બધા હળવદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી સાથે વાડીના રસ્તા બાબતે મનદુઃખ ચાલતું હોવાનો ખાર રાખી તમામ આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી ફરિયાદીની વાડીએ આવી બોલાચાલી ઝઘડો કરી લોખંડ કોસથી માર મારી હાથમાં ફ્રેકચર ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.