મોરબીમાં દુર્ગા પૂજા પંડાલમાં હાર્ટ એટેકથી આધેડનું મોત, અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત

 

 

મોરબીના લખધીરવાસ ચોકમાં દુર્ગા પૂજા દરમિયાન છાતીમાં દુખાવો ઉપડતા બંગાળી આધેડનું મોત થયું હતું મોરબી શહેર અને તાલુકા પંથકમાં આપઘાત-અપમૃત્યુના બનાવોમાં ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

પ્રથમ બનાવમાં મૂળ પશ્ચિમ બંગાળના વતની હાલ મોરબીના મહેન્દ્રનગર રહેતા બબલુ શાંતિરામ જોયરદાર (ઉ.વ.૪૮) વાળાએ મોરબીના લખધીરવાસ ચોકમાં રાત્રીના સાડા બારેક વાગ્યા દુર્ગા પૂજામાં હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં હૃદય રોગના હુમલાથી મોત થયાનું ડોકટરે જાહેર કર્યું હતું બીજા બનાવમાં મોરબીના ખેવાળિયા ગામે રહેતા આશાબેન મેરસિંગભાઈ નામની ૧૨ વર્ષની સગીરા ખેવાલીયાથી નારણકા વચ્ચે આવેલ વાડીમાં બપોરે કોઈ કારણોસર મોનોકોટો દવા પી લેતા મોત થયું હતું

ત્રીજા બનાવમાં મોરબીના પીપળીયા ગામના રહેવાસી વનરાજસિંહ નરવીરસિંહ જાડેજા (ઉ.વ.૫૮) વાળા પૌઢ પોતાના ઘરે હોય ત્યારે ફેફસાની બીમારી સબબ મોત થયું હતું મોરબી પોલીસે ત્રણેય બનાવોની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

 

Leave A Reply

Your email address will not be published.