મોરબીના આઈ.એમ.એ ના હોદેદારોએ કેન્દ્રીય મંત્રી સાથે મુલાકત કેમ કરી

ભાજપના સંમેલનમાં હાજરી આપવા માટે કેન્દ્રિય જે.પી.નડ્ડા મોરબી આવ્યા હતા ત્યારે મોરબી આઈએમએ દ્વારા પબ્લીશ કરાયેલી આરોગ્યની આસપાસ બૂક કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. અને કેન્દ્રીય મંત્રી સાથે કેટલાક મુદે વાતચીત કરવામાં આવી હતી. આ કેન્દ્રીય મંત્રી સાથેની મુલાકાત સમયે રાજકોટ ના સાંસદ મોહનભાઈ કુંડારિયા  મોરબી આઈએમએના ડો. ભાવનાબેન, ડો. સુનીલ અખાણી, ડો. વિજય ગઢિયા, ડો. દીપક અઘારા, ડો. જયંતીભાઈ જીવાણી સહિતના ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat