ટંકારાને તીર્થસ્થળ જાહેર કરવા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે માંગણી દોહરાવી
મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળને તીર્થસ્થાન જાહેર કરો




મોરબી: વિશ્વ વિખ્યાત વિભૂતિ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળ ટંકારાને તીર્થસ્થાન જાહેર કરવા મોરબી જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ બ્રિજેશ મેરજાએ માંગણી કરી છે. તેમજ ભાજપના શાસનમાં મંત્રીઓ આંટા ફેરા કરી જાય છે, પરંતુ તીર્થસ્થાન જાહેર ન કરતા લાગણી દુભાઈ હોવાની ચર્ચા જાગી છે. માંડવીના રાષ્ટ્રવીર શ્યામજીકૃષ્ણ વર્માના ગુરુ દયાનંદ સરસ્વતીએ સમાજ સુધારા, આધ્યાત્મિક જાગરૂકતાનો ફેલાવો કર્યો છે. ઋષિ મુનિ પરંપરાને માન આપ્યું છે, ત્યારે ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકાર જાહેર ભંડોળ ફાળવી ટંકારાની ગરિમા ઉજાગર કરે તેવી માંગણી છે.


